ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લીમાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો - arvlli corona update

રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ(GVK EMRI) દ્વારા સંચાલિત 10 એપ્રિલના રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા અમદાવાદ ખાતે 20 જેટલી ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું હતું. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યો છે. જેનું ઉદ્ધાટન કલેકટરના હસ્તે કરી કાર્યરત કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લીમાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો

author img

By

Published : Apr 16, 2021, 3:18 PM IST

  • જિલ્લાના શ્રમિકોને લાભ મળશે
  • અરવલ્લી જિલ્લામાં “ધનવંતરી આરોગ્ય રથ”નું ઉદ્ધાટન
  • સરકારી દવાખાનામાં રીફર કરવામાં આવશે

અરવલ્લીઃ કોરોનાની મહામારી જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં “ધનવંતરી આરોગ્ય રથ”નું ઉદ્ધાટન કરી કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના વરદ હસ્તે રિબીન કાપીને “ધન્વંતરી આરોગ્ય રથ” સેવા શરુ કરવામાં આવી હતી. જેના થકી જિલ્લાના શ્રમિકોને લાભ મળશે. આ રથ શ્રમિકોના કામના સ્થળે જઇ તેમની આરોગ્યને લગતી તપાસ કરશે અને જરૂર જણાયતો સરકારી દવાખાનામાં રીફર કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લીમાં “ધન્વંતરી આરોગ્ય રથ” ફાળવાયો

આ પણ વાંચોઃ સુરત મનપાએ લગ્ન સ્થળે ધન્વંતરી રથ ઉભા રાખીને મહેમાનોના ટેસ્ટ કરાવવા માટેની તૈયારી બતાવી

શ્રમિકો માં વાયરલ ઇનફેક્શન નું ઝડપી નિદાન થશે

ઉલ્લેખનિય છે કે, ઋતુ પ્રમાણે તાવ, શરદી, ઉધરસ જેવા વાઇરલ ઇન્ફેક્શન સામાન્ય છે. ત્યારે કોરોનાના સમયે આવા રોગોનો ફેલાવો ન થાય તેની ખુબ જ કાળજી રાખવાની હોય છે. ત્યારે “ધન્વંતરી આરોગ્ય રથ” શ્રમિકોનું ઝડપી નિદાન કરી યોગ્ય સારવાર આપવામાં ઉપયોગી નિવડશે.

આ પણ વાંચોઃ લુણાવાડામાં ધન્વંતરી રથ દ્વારા 58 RTPCR અને 5 રેપિડ એન્ટીજન‌ ટેસ્ટ કરાયા

વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે વહિવટી વિભાગના કર્મચારીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા GVK EMRI 108 વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.