- મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરાઈ વરણી
- પ્રમુખ તરીકે જલ્પા ભાવસારની તેમજ ઉપપ્રમુખ તરીકે રાકેશ મહેતાની વરણી
- બાયડ નગરપાલિકામાં સ્નેહલ પટેલ તેમજ ગાયત્રી પટેલની વરણી કરાઈ
મોડાસા: અરવલ્લી જિલ્લાની મોડાસા અને બાયડ નગરપાલિકામાં મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં મોડાસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે જલ્પા ભાવસાર અને ઉપપ્રમુખ તરીકે રાકેશ મહેતાની બહુમતીથી વરણી કરવામાં આવી હતી. જ્યારે, બાયડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સ્નેહલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગાયત્રી પટેલની બહુમતીથી વરણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં નાગરીક બેન્કની ચૂંટણી યોજાઈ
કોંગ્રેસે વિપક્ષનું પદ પણ ગુમાવ્યું
મોડાસા નગરપાલિકાની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો હોવાથી નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે ભાજપના મેન્ડેટથી પ્રમુખ તરીકે જલ્પા ભાવસાર અને ઉપપ્રમુખ તરીકે રાકેશ મહેતા ની વરણી કરવામાં આવી છે. જ્યારે, વિપક્ષમાં AIMIM પાસે 9 બેઠકો અને કોંગ્રેસ પાસે 8 બેઠકો છે. ત્યારે AIMIMમાંથી રફીક શેખ નેતૃત્વ કરશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.