અરવલ્લી : ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ(Gujarat Secondary Service Selection Board) દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરિક્ષાનુ પેપર લીક(Head Clark's exam paper leaked) થયાનો આક્ષેપ કરનાર યુવરાજ સિંહે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. યુવારાજે આક્ષેપ કર્યો છે કે, ઉર્જા વિભાગની ભરતીઓમાં કૌભાંડ ચાલી રહ્યું છે અને અવધેશ પટેલ નામનો શિક્ષક પણ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આ નિવેદનના જવાબ આપવા માટે અવધેશ પટેલે મોડાસામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને યુવરાજને વળતો જવાબ આપ્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ આક્ષેપો નકાર્યા
રાજ્યમાં સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી જાહેર પરીક્ષાઓના કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે. યુવરાજ સિંહે ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો. આ અંગે યુવરાજે બાયડના શિક્ષક અવધેશ પટેલની કૌભાંડમાં મહત્વની ભૂમિકા છે એવું જણાવ્યું હતું. અવધેશ પટેલે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ આક્ષેપો નકાર્યા હતા.
આ પણ વાંચો : ગાંધીનગરમાં ઉર્જા વિભાગની પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ
આ પણ વાંચો : ઊર્જા વિભાગમાં 2,087 વિદ્યુત સહાયકોની ભરતી થશે: સૌરભ પટેલ