અરવલ્લી : મોડાસા અર્બેન હેલ્થ સેન્ટરમાં લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ફૈઝ ઇપ્રોલિયા, કર્મ પ્રત્યેની નિષ્ઠાના કારણે કોરોનાની મહામારીમાં પણ પોતાના 16 માસના બાળકને પોતાનીથી અલગ કરીને ફરજ પર નિયમત હાજર રહેતા હતા. જ્યારે સામાન્ય લોકોને પરિવારજનોની ચિંતા સતાવી રહી હતી, ત્યારે તેઓ પોતાના પરિવારની ચીંતા કર્યા વિના પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. મોડાસામાં કોરોનાનું સંક્રમણ વધતા તકેદારી રાખી હોવા છતાં સંક્રમીત થયા ત્યારે તેમના માટે આઘાતજનક હતું. પોતાનો પરિવાર છોડી તેઓ મોડાસાની કોવિડ હોસ્પિટલમાં ઇલાજ માટે ભરતી થયા હતા.
કોરોનાને માત આપી ફરીથી મહામારી સામે જંગ લડવા તૈયાર છે આ લેબ ટેકનીશયન
કોઇ પણ વાઇરસથી સંક્રમણનું ભય સૌથી પહેલા આરોગ્ય કર્મીઓને હોય છે. તેમ છતાં કોરાનાની મહામારી વચ્ચે આરોગ્ય કર્મીઓ સતત યોદ્ધા બનીને પોતાની ફરજ અદા કરતા રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ફરજ બજાવતા એક લેબ ટેકનીશયન પોતે કોરોનામાં સપડાયા હતા. જોકે સારવાર લીધા બાદ સ્વસ્થ થયા અને ફરીથી કોરોના વોરિયર બની કોરોના સામે જંગ લડવા ફરજ પર હાજર થયા છે.