ETV Bharat / state

અરવલ્લીના જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન

ગ્રીસ્મ ઋતુની શરૂઆત થતાની સાથે જ અરવલ્લીના જંગલોમાં આગની લાગવાની ઘટનાઓ બની રહી છે. અરવલ્લીના મોડાસામાં રવિવારના રોજ સાકરીયા ગામમાં તેમજ સોમવારના રોજ કુડોલ, અણીયોરના જંગલોમાં અને આકંરૂદ ગામના ખેતરમાં આગ લાગતા તૈયાર પાક બળીને ખાખ થયો હતો.

જંગલમાં આગ
જંગલમાં આગ
author img

By

Published : Mar 29, 2021, 9:41 PM IST

  • ઉનાળામાં ગરમીના કારણે આગ લાગવાની ઘટનામાં વધારો
  • જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન
  • અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં ત્રણ આગની ઘટનાઓ

અરવલ્લી : ઉનાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનનો પારો ઉંચો જતા અરવલ્લીના જંગલોમાં આગની ઘટનાઓ ઘટી રહી છે. મોડાસાના સાકરીયા નજીક ગોરીટીંબાના જંગલમાં એકાએક આગ લાગી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, વનરાજીને મોટું નુકસાન થયુ હતું. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે. જે બાદ સોમવારના રોજ મોડાસાના કુડોલ અને અણીયોર મુવાડાના જંગલમાં ભીષણ આગ લાગતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હતો. રહેણાંક વિસ્તાર સુધી આગ ન પ્રસરે તે માટે વન વિભાગના કર્મચારીઓ એ તાત્કલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન

આ પણ વાંચો - મોટીમારડ ગામમાં ઘઉંના ઉભા પાકમાં લાગી આગ

આગ લાગતા તૈયાર પાક બળીને ખાખ

બાયડ તાલુકાના આકરૂંદ ગામ નજીક ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. આ આગ ઘઉંના તૈયાર પાકમાં પ્રસરતાં પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ આગને પગલે આસપાસમાંથી ખેડૂતોએ આગને માટી અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં સમગ્ર ખેતરનો પાક બળીને ખાખ થઇ ગયો હતો.

જંગલમાં આગ
આગ લાગતા તૈયાર પાક બળીને ખાખ

આ પણ વાંચો - ખેડા જિલ્લાના હરિપુરા ગામે ખેતરમાં આગ લાગતા પાક બળીને ખાખ

ઉનાળામાં ગરમીના કારણે જંગલોમાં બને છે છાશવારે આગની ઘટના

અરવલ્લીના જંગલોમાં ઉનાળાની શરૂઆત થતા ગરમીને કારણે આગની ઘટનાઓ છાશવારે બને છે. સમયાંતરે લગતી આગમાં વનરાજી નષ્ટ થઈ જતા પર્યાવરણને પારાવાર નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

આગની ઘટના

આ પણ વાંચો - મહુવાના વાવડીના ડુંગરાળ વિસ્તારમાં લાગી ભીષણ આગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.