સરેરાશ રોજ 50 ખેડૂતો ટ્રેક્ટર લઈને આવે છે, ત્યારે એક ટ્રેકટર ખાલી કરતાં સરેરાશ અડધાથી પોણા કલાક જેટલો સમય લાગે છે. તેવામાં 50માં નંબરે જેનું ટ્રેક્ટર હોય તેને રાત્રીના દસ વાગ્યા સુધી રોકાવું પડે છે એટલે કે ખેડૂતનો નંબર 18 કલાક પછી આવે છે.
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા ખેડૂતો મે માસના ધમધોખતા તાપમાં ઉભા રહે છે. માનવ સંસાધનના અભાવે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.