- દર્દીઓની સતત અવર-જવરથી ચિંતિત હતાં નાગરિકો
- નાગરિકોએ આ અંગે મોડાસા પાલિકામાં કરી હતી રજુઆત
- સમગ્ર માર્ગને સોડિયમ હાઇપોક્લોરાઈડ વડે ડિસ્ઇન્ફેકટ કરવામાં આવ્યો
અરવલ્લી: મોડાસામાં કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થતા કોવિડ હોસ્પિટલ જવાના માર્ગ પર એમ્બ્યુલન્સ અને શબવાહીનીની અવરજવર વધી ગઇ છે. જેના પરિણામે આ માર્ગ પર રહેતા લોકોમાં સંક્રમિત થવાનો ભય ફેલાયો છે. આ વિસ્તારના લોકોએ આ અંગે મોડાસા પાલિકામાં રજુઆત કરી હતી. જેના પગલે પાલિકા દ્રારા સેનિટાઇઝેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના ટેન્કર દ્રારા દવાનો છંટકાવ કરી નગરના સગરવાડાથી સાર્વજનિક કોવિડ હોસ્પિટલ સુધીના માર્ગને સેનેટાઈઝ કરાવામાં આવ્યો હતો. સમગ્ર માર્ગને સોડિયમ હાઇપોક્લોરાઈડ વડે ડિસ્ઇન્ફેકટ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓને કરાયા સેનિટાઈઝ
અરવલ્લી કોરોના અપડેટ
જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી ગુરૂવારના રોજ કોરોનાના 15 કેસ જાહેર કરવામાં આવ્યા હતા. બિન સત્તાવાર આંકડા મુજબ જિલ્લાનો અત્યાસ સુધી કુલ કોરોના કેસના દર્દીઓનો આંક 1700ને પાર પહોંચ્યો છે.