લીમડા તળાવ રિનોવેશન કામ માટે સરકાર તરફથી પ્રથમ તબક્કાના 2.5 કરોડ ફળવવામાં આવ્યા છે. છેલ્લા છ માસથી આ સ્થળે કામ ચાલી રહ્યું છે. જોકે કેટલાક જાગૃત નાગરિકોના મતે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. બે માસ અગાઉ તળાવના એક છેડાની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી અને હવે બીજા છેડા કમ્પાઉન્ડ વોલ જેના ઉપર વોકિંગ ટ્રેક બની રહ્યો છે તે સાવ નમી પડી છે .
આ કમ્પાઉન્ડ વોલ વોકિંગ ટ્રેકનો સપોર્ટ છે. ભવિષમાં આ દીવાલ પડે તો વૉકિંગ ટ્રેક પણ સાથે ધસી પડવાની શક્યતાઓ છે તેમ છતાં દરકાર લેવામાં આવી નથી. દીવાલના કામમાં સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એટલે ફક્ત બે જ માસમાં દીવાલ નમી પડી છે.