- અરવલ્લીમાં કોવીડ-19ના 6 કેસ નોંધાયા
- ધનસુરા સિવાય જિલ્લાના તમામ તાલુકાઓમાં કેસ નોંધાયા
- અરવલ્લીમાં કુલ આંક 692 પર પહોંચ્યો
અરવલ્લીમાં ગરૂવારના રોજ 6 વધુ કોરોના પોઝીટીવકેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓ આંક 692 પર પહોંચ્યો છે. ગરૂવારના રોજ મોડાસા નગરમાં 2, ભિલોડા તાલુકામાં 1, માલપુર તાલુકાના 1, બાયડ નગરમાં 1 તેમજ મેઘરજ તાલુકામાં 1 પોઝીટીવ કેસ નોંધાયા છે.
અરવલ્લીમાં કોવીડ-19ના 6 કેસ નોંધાયા 450 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાપોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે પોઝીટીવ કેસ વાળા નિયંત્રિત વિસ્તારમાં આરોગ્યની 66 ટીમો દ્વારા 1410 ઘરોના 6673 લોકોનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી કરવામાં આવી હતી. પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ 450 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-24, વાત્રક જનરલ હોસ્પિટલમાં-3 અમદાવાદ હોસ્પિટલમા-3, સીવીલ હોસ્પીટલ હિમતનગર-5 તેમજ હોમ આઇસોલેશન-8 દર્દીઓ સારવાર હેઠળ છે.