ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો, પુરવઠા કચેરી બંધ

author img

By

Published : Nov 9, 2020, 8:29 PM IST

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં 43 લોકો કોરોનાગ્રસ્ત થતાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો છે. જે પૈકી કુલ-514 સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. Covid-19ના કુલ-45 પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. જોકે જિલ્લા આરોગ્ય ખાતા દ્રારા કોરોનાથી મૃત્યુ થયેલ દર્દીઓના આંકડા આપવાનું છેલ્લાં ત્રણ માસથી બંધ કરવામાં આવ્યુ છે.

અરવલ્લીમાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો, પુરવઠા કચેરી બંધ
અરવલ્લીમાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો, પુરવઠા કચેરી બંધ
  • અરવલ્લીમાં કોરોનાનો આંક 627 પર પહોંચ્યો
  • જિલ્લામાં સરેરાશ રોજ કોરોનાના પાંચથી છ કેસ
  • કર્મચારીઓ પોઝિટિવ આવતાં જનસેવા કચેરી બંધ કરાઈ

    મોડાસાઃ અરવલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના રોજ પાંચ થી 6 કેસ નોંધાઇ રહ્યાં છે. જેમાં સોમવારના રોજ વધુ પાંચ કેસ નોંધાતા અત્યાર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 627 પર પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લા સેવાસદન કચેરીમાં મામલતદાર સહિત ત્રણ કર્મચારી કોરોનામાં સપડાયાં બાદ, સોમવારે જનસેવા કેંદ્રના પુરવઠા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતાં તાત્કાલીક અસરથી જન સેવાની પુરવઠા કચેરી બંધ કરવામાં આવી હતી .
    જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના દર્દીના મોતના આંકડા આપવાનું બંધ

  • ભીલોડામાં નિવૃત પીએસઆઈને કોરોના ભરખી ગયો

    તો બીજી બાજુ ભીલોડા તાલુકાના સુરપુર ગામના અને બે વર્ષ અગાઉ સુરત શહેરમાંથી પીએસઆઈ તરીકે નિવૃત્ત થયેલા શિવાભાઈ મોતીભાઈ પરમાર કોરોનાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ હતું

  • જિલ્લામાં હાલ 45 એકટિવ કેસ

    હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-22,વાત્રક જનરલ હોસ્પિટલમાં-13, અમદાવાદ હોસ્પિટલમાં-02 તેમ જ સિવિલ હોસ્પિટલ હિમતનગર-01 પોઝિટિવ દર્દીસારવાર હેઠળ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 07 દર્દીને રાખવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.