- ASI કિરિટસિંહ કુંપાવત કોરાના સામે જંગ હાર્યા
- અરવલ્લીમાં હજુ 63 જેટલા પૉલિસ કર્મચારીઓ સારવાર હેઠળ
- 104 પોલીસ કર્મચારીઓ સારવાર પછી સ્વસ્થ થયા છે
અરવલ્લીઃ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કેટલાક ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ પણ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. જેમાં મોડાસામાં સર્કલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા ASI કિરિટસિંહ કુંપાવત મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચોઃ લુધિયાણાના ACP અનિલ કોહલીનું કોરોનાના કારણે મોત
કિરિટસિંહ મોડાસા અને હિંમતનગરમાં સારવાર લઇ રહ્યા હતા
કિરિટસિંહ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી મોડાસા અને ત્યારબાદ હિંમતનગરમાં સારવાર લઇ રહ્યા હતા. આખરે મંગળવારના રોજ સારાવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. કિરિટસિંહ કુંપાવત મોડાસા ટાઉન પોલિસ મથકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા હતા.
મેઘરજના ઇસરીમાં ASI કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભાથીજી હેમાજીનું કોરોનાની સારવાર દરમિયાન ગુરૂવારના રોજ મૃત્યુ થયુ હતું. તેઓ લાંબા સમયથી કોરોનાની સારવાર હેઠળ હતા. ભાથીજીએ જિલ્લામાં કોન્સ્ટેબલ, રાઈટર અને ASI તરીકે ફરજ બજાવી છે.
આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત
પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો
અરવલ્લી પોલીસ બેડામાં શોક છવાયો હતો અને જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિત પોલીસ અધિકારીઓ, કર્મીઓએ સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પી હતી. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કુલ 168 પોલિસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી 104 પોલીસ કર્મચારીઓ સારવાર પછી સ્વસ્થ થયા છે. જ્યારે હજુ 63 જેટલા પોલિસ કર્મચારીઓ સારવાર હેઠળ છે.