ETV Bharat / state

મોડાસાના કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો - સાર્વજનિક કોવિડ હોસ્પિટલ

અરવલ્લી જિલ્લામાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ અરવલ્લી જિલ્લાના મોડાસાની મુલાકાત લીધી હતી. અમીત ચાવડાએ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇને દર્દીઓની સ્વાસ્થ અંગે જાણકારી મેળવી હતી.

મોડાસાના કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો

author img

By

Published : May 11, 2021, 9:40 PM IST

  • મોડાસામાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર સ્થાપવામાં આવ્યું
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી
  • રેમડેસીવીર ઇન્જેક્શનની જેટલી માંગ છે તેના પ્રમાણમાં ખુબ ઓછું સપ્લાય

અરવલ્લી: જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે જિલ્લાનું મુખ્ય મથક મોડાસા નગરને રાજ્ય સરકાર દ્રારા નિયંત્રિત શહેરોની સુચીમાં સામેલ કરી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં જિલ્લાના મુખ્ય મથક મોડાસાની મુલાકાત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. આ દરમિયાન, મોડાસામાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે સ્થાપવામાં આવેલા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.

મોડાસાના કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો

આ પણ વાંચો: કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ

સરકારના ગેરવહિવટ ના કારણે લોકો વધારે મરી રહ્યા છે: અમિત ચાવડા

આ દરમિયાન, અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારને કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતના સીધા જવાબદાર ગણાવી જણાવ્યુ હતું કે, ખુબ મોટા પ્રમાણમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે આવે છે અને એના પ્રમાણમાં બેડની સંખ્યા ખુબ ઓછી છે. ઓક્સિજનનું સપ્લાય પણ ઓછું હોવાના કારણે કેટલાક PHC અને કોવિડ સેન્ટર્સમાં બેડ ઉપસ્થિત છે. પરંતુ, સારવાર થઇ શકતી નથી. રેમડેસીવીર ઇન્જેક્શનની જેટલી માંગ છે તેના પ્રમાણમાં ખુબ ઓછું સપ્લાય છે.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાની સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી

સરકારની બેદરકારીના કારણે અરવલ્લીમાં સીવીલ હોસ્પિટલનો અભાવ

સરકારની આરોગ્ય અંગેની ગંભીર બેદરકારીના કારણે અરવલ્લીમાં સીવીલ હોસ્પિટલ નથી. જેથી, સરકાર દ્વારા તાત્કાલિક સીવીલ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. અરવલ્લીના દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે. આમ છતા ત્યાંના તંત્ર દ્રારા તેમને ના પાડવામાં આવે છે. જ્યારે, હોસ્પિટલ ન હોય ,વેંટીલેટર ન હોય ,ઇન્જેકશન ન હોય ત્યારે સ્પષ્ટ છે કે કોરોનાથી લોકો મરે છે એના કરતા સરકારના ગેરવહીવટના કારણે લોકો વધારે મરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.