અરવલ્લીના મોડાસામાં આવેલા માલપુર રોડની ભાગ્યલક્ષ્મી નર્સિગ કૉલેજમાં વિદ્યાર્થી પોતાની સાથે ભણતી છોકરીને મિસ્ડ કોલ કરી હેરાન કરતો હતો. ત્યારબાદ તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વાત આગળ વધતાં વિદ્યાર્થીની કલાર્કને ફરિયાદ કરવા ગઇ હતી. ત્યારબાદ ક્લાર્ક સંદીપ પટેલે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.
વિદ્યાર્થી ક્લાર્ક પર ગંભીર આક્ષેપ કરતાં જણાવે છે કે, "ક્લાર્ક સંદીપ પટેલે તેની વાત સાંભળ્યા વગર તેને મારવાનું શરૂ કરી દીધું હતુ. તેઓ નોન ટીચીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. તો તેમને માર મારવાની સત્તા કોણે આપી ? આ પહેલી વખતે નથી. અગાઉ પણ ક્લાર્ક અનેકવાર વિદ્યાર્થી પર હાથ ઉઠાવી ચૂક્યા છે." જે ખોટું છે માટે વિદ્યાર્થીએ ક્લાર્કને સન્સપેન્ડ કરવાની માંગ કરી રહ્યો છે.
બે વિદ્યાર્થીઓ વચ્ચેની મજાકે ગંભીર સ્વરૂપ લેતાં કૉલેજના સંચાલકોએ વિદ્યાર્થીને શાંત કહેતા હતા. પરંતુ વિદ્યાર્થી પોતાની વાત અડગ રહેતા ક્લાર્કને ફરજ મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીને પણ પંદર દિવસ સુધી શિક્ષણ કાર્યથી દૂર રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે કૉલેજના આચાર્ય જણાવે છે કે, 'બે વિદ્યાર્થીઓના અંગત બાબતને લઇને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ક્લાર્કે વિદ્યાર્થી પર હાથ ઉઠાવ્યો હતો. જે ખોટું છે. આથી અમે ક્લાર્કને ફરજ મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.'