ખેડૂતોએ આ અંગે વીડિયો પણ વાયરલ કર્યો છે. રવી પાકની સિઝનમાં ખેડૂતોએ કરેલા વાવેતર માટે જ્યારે ખાતરની જરૂરિયાત ઉભી થાય છે. ત્યારે કેટલાક લોકો દ્વારા ખાતરના ભાવો બાબતે ખેડૂતોને બેફામ લૂંટવામાં આવી રહ્યાં હોવાની વિગતો બહાર આવી છે. ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે દુકાનો પાસે લાઇનો લગાવીને ઉભા રહે છે. ત્યારે તેમની જરુરિયાતાનો ગેરલાભ દુકાનદારો ઉઠાવી રહ્યાં છે.
ખેડૂતો ભુખ્યા તરસ્યા વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં આવીને ખાતરમાં ઉભા રહે છે. બાયડના સાઠંબા ગામે આવેલા એગ્રો સર્વિસ સેન્ટર પર 170 રૂપિયાના યુરિયા ખાતરની ખરીદી પર ફરજિયાત સેન્ટરમાંથી 100 રૂપિયાનું બિયારણ, જંતુનાશક દવા કે, અન્ય ખેતીને લગતી ચીજવસ્તુ ખરીદવા ફરજ પાડી ખેડૂતોની મજબુરીનો ફાયદો ઉઠાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.