ETV Bharat / state

મોડાસા યુવતીના અપમૃત્યુ મામલે મુખ્ય આરોપી બિમલ ભરવાડના જામીન મંજૂર

author img

By

Published : Apr 3, 2020, 8:18 PM IST

મોડાસાના સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપમૃત્યુના કેસમાં સીઆઈડી ક્રાઈમે (CID CRIME) કોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, પીડિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, અપહરણ કે હત્યા અંગેના કોઈ પ્રકારના પૂરાવા નથી મળ્યા. આ કેસના મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ સામે સીઆઈડી ક્રાઈમે મોડાસા નામદાર કોર્ટમાં દુષ્પ્રેરણ કરવા યુવતીને મજબૂર કરવા અંગે અરજી કરવામાં આવી હતી

Bimal Bharwad granted bail for the modasa murder case
મોડાસા યુવતીના અપમૃત્યુ મામલે મુખ્ય આરોપી બિમલ ભરવાડના જામીન મંજૂર

મોડાસા : યુવતીના અપમૃત્યુ કેસના મુખ્ય આરોપી બિમલ ભરવાડે અગાઉ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી, જેમાં બે વખત જામીન અરજી અંગે સુનવણી ટળી હતી. શુક્રવારે બિમલ ભરવાડની જામીન અરજીની સુનવણી થતા નામદાર કોર્ટે બિમલ ભરવાડના જામીન મંજૂર કર્યા હોવાનું બિમલ ભરવાડના વકીલ વિજય ભરવાડે જણાવ્યું હતું. સાયરા કેસના સરકારી વકીલનો આ અંગે સતત ટેલિફોનિક સંપર્ક સાધવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. બિમલ ભરવાડને રેગ્યુલર જામીન મળતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

આ આગાઉ આરોપી દર્શન ભલાભાઈ ભરવાડ, જિગર સરદારસિંહ પરમારને સીઆઈડી ક્રાઈમે ક્લીન ચિટ આપતા અરવલ્લી ડિસ્ટ્રીક કોર્ટે (Aravalli district court) દર્શન ભરવાડ અને જીગર પરમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી “વર્ગ-સી” સમરી મંજૂર કરવાનો હુકમ કરી મોડાસા સબજેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.