મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં લૉકડાઉનની પરિસ્થિતિમાં પણ રાબેતા મુજબ દેશી દારૂ વેચાઇ રહ્યો છે અને તે નગરની મહિલા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે એક બાઇક સ્લીપ ખાઇને પડી ત્યારે જગજાહેર થયું હતું. બાઇકએ સ્લીપ ખાધી એટલે ટપોટપ દેશી દારૂની પોટલીઓ પડી એક, બે, ત્રણ, ચાર, પાંચ અને બાઇક ડીકી તો પોટલીઓથી ભરેલી જ હતી.
દેશી દારૂની પોટલીઓ આ રીતે રસ્તા પડેલી જોઇ સૌ કોઇ આશ્વર્યચકીત થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર લૉક્ડાઉનમાં દેશી પોટલીના ભાવ પણ ત્રણ ગણા થઇ ગયા છે, ત્યારે બુટલેગર તેને વેચાવા માટે સાહસ તો કરે જ એમાં કોઇ નવાઇ નથી. જોકે પોલીસ સ્ટેશનની સામે જ આ ઘટના બને અને પોલીસ એની નોંધ પણ ન લે એ એનાથી પણ વધુ આશ્વર્યજનક છે.