- કોંગ્રેસના નેતાઓએ અરવલ્લીની મુલાકાત લીધી
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય થશે: અમિત ચાવડા
- કેન્દ્ર સરકાર ખેડૂતોનું અહિત કરી રહી છે: અમિત ચાવડા
અરવલ્લીઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે ગુજરાત પ્રદેશના નેતાઓએ અરવલ્લી જિલ્લાની મુલાકાત લઇ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને માટે સંગઠનને મજબૂત કરવા રણનીતિ ઘડી હતી. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓએ અરવલ્લીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મોડાસામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસે ભાજપને ટેકો આપ્યાના મુદ્દે ટીપ્પણી કરવાનું ટાળ્યું
તાજેતરમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં BTS પક્ષના ઉમેદવાર જિલ્લા પંચાયતના પ્રમુખ ન બને તે માટે કોંગ્રેસે ભાજપને ટેકો આપ્યો છે. આ અંગે અમીત ચાવડાએ કોઇ પણ ટીપ્પણી કરવાનું ટાળ્યુ હતું.
મોડાસા નગરપાલિકામાં ભાજપનું શાસન
ઉલ્લેખનીય છે કે, ગત વખતની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે મોડાસા નગરપાલિકામાં ગત ઘણા વર્ષોથી કોંગ્રેસનું શાસન આવ્યું નથી, ત્યારે જોવું રહ્યું કે, આવનારી સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ કેવું કાઠું કાઢે છે.