- ભિલોડા પોલીસે લોક જાગૃતિ માટે જાહેર જગ્યાએ બેનર લગાવ્યા
- ભિલોડા પોલીસે માસ્ક-અપ અભિયાન હાથધર્યું
- માસ્ક વિનાના લોકોને દંડ ફટકારવામાં આવ્યો
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ભિલોડા પોલીસે જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ ઉપરાંત માસ્ક વગર વાહન હંકારતા વાહનચાલકો અને રખડપટ્ટી કરતા લોકોને દંડ ફટકારી માસ્ક અંગે સમજ આપી હતી.
લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી
અરવલ્લી જિલ્લાની ભિલોડા પોલીસે લોક સહયોગથી ભિલોડા સહીત ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક-અપ અભિયાન હાથધર્યું છે. જે અતંર્ગત કોરોના સંક્રમણ અટકાવવા વિવિધ સુત્રો સાથેના બેનર ભિલોડા નગર તેમજ તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર લગાવ્યા છે. ભિલોડા નગરમાં માસ્ક વગર વાહન હંકારતા લોકોને દંડ ફટકારવાની સાથે વાહન હંકારતી વખતે માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરી વાહનચાલકોને સમજ આપી હતી. ભિલોડા પોલીસે જાહેરસ્થળોએ અને ધંધાના સ્થળોએ વેપારીઓ અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી હતી, લોકોએ ભિલોડા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.