ETV Bharat / state

ભિલોડા બસ ડેપોના કર્મચારીઓએ સ્થાનિક ધારાસભ્યને એસ.ટી બસના ખાનગીકરણના વિરોધમાં આવેદનપત્ર આપ્યું - Bhiloda bus depot employees

એસ.ટી બસના ખાનગીકરણ કરવાનું ગુજરાત સરકાર વિચારી રહી છે. ત્યારે એસ.ટી સેવાના હિત માટે એસ.ટી. બસના કર્મચારીઓ અને મજૂર સંઘ દ્વારા ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારાને આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા અંગે રજૂઆત કરી હતી.

ભિલોડા બસ ડેપોના કર્મચારીઓએ સ્થાનિક ધારાસભ્યને એસ.ટી બસના ખાનગીકરણના વિરોધમાં આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Jul 25, 2020, 10:50 PM IST

અરવલ્લી: છેલ્લા કેટલાક સમયથી એસ.ટી.બસનું ખાનગીકરણ કરવા તરફની ગતિવિધિઓ તેજ થઇ રહી છે. ત્યારે એસ.ટી.બસના કર્મચારીઓમાં નિરાશા છવાઇ છે. આ અંગે એસ.ટી કર્મચારીઓ અને મજૂર સંધ દ્રારા પ્રજાના હિતમાં એસ.ટી. નિગમનું ખાનગીકરણ ન કરાય તેવી માંગણી સાથે ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાને આવેદનપત્ર આપી રજુઆત કરાઇ હતી.

કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, 1950થી આર.ટી.ઓ. એકટ મુજબ પરિવહન નિગમની સ્થાપના કરવામાં આવી છે. પ્રજાની સેવા માટે ઓછા નફાએ મુસાફરોના હિતમાં અનેક બસ દોડાવવામાં આવે છે. એસ.ટી. નિગમ દ્વારા નહી નફો નહી નુકશાનના ધોરણે રાજયની પ્રજાને બસ સેવાનો લાભ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાજયની મધ્યમ અને ગરીબ પ્રજાની પરિવહન સેવા ન ખોરવાય અને મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસ.ટી. બસનું ખાનગીકરણ ન કરવામાં તેવી માંગણી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.