ETV Bharat / state

અરવલ્લીમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ થતા ખેડૂતોને મણે રૂપિયા 100નો ફાયદો - મેઘરજ

અરવલ્લી જિલ્લામાં મકાઇ ની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં મેઘરજ પંથકના ખેડૂતોએ ટેકાના ભાવે મકાઇનું વેચાણ કર્યુ છે. બજાર કરતા મણે રૂ.100 વધુ મળતા ખેડૂતોમાં આંનદ છવાયો છે.

અરવલ્લીમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ થતા ખેડૂતોને મણે રૂ.100નો ફાયદો

author img

By

Published : Dec 25, 2020, 6:56 PM IST

  • અરવલ્લીમાં 6636 હેક્ટરમાં મકાઈનું વાવેતર કરાયું
  • મેઘરજ અને માલપુર વિસ્તારમાં મકાઇનું વાવેતર કરવામાં આવે છે
  • ખેડૂતોએ ટેકાના ભાવે મકાઇ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ

અરવલ્લીઃ જિલ્લાના મેઘરજ અને માલપુર વિસ્તારમાં મકાઇનું વાવેતર કરવામાં આવે છે. મેઘરજ તાલુકાના 405 ખેડૂતોએ ટેકાના ભાવે મકાઇ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ટેકાના ભાવે મકાઇની ખરીદી તારીખ 17/12/2020થી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 50 ખેડૂતોએ 700 મણ મકાઇ ટેકાના ભાવે વેચી છે. મહત્વની બાબત એ છે કે જાહેર હરાજીમાં મકાઇના વધુમાં વધુ મણે રૂપિયા 270 ભાવ બોલાય છે, જ્યારે ટેકાનો ભાવ રૂપિયા 370 છે. જેથી ખેડૂતો મણે રૂ.100 વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

અરવલ્લીમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ થતા ખેડૂતોને મણે રૂપિયા 100નો ફાયદો

અરવલ્લી જિલ્લામાં મકાઇનું વાવેતર

અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદવાળા વિસ્તાર એવા માલપુર અને મેઘરજમાં મકાઇનું વાવેતર કરવામાં આવે છે. વર્ષ 2019માં અરવલ્લી જિલ્લામાં 8600 હેક્ટરમાં મકાઇનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષ 6636 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. મકાઇના વાવેતરમાં સુકારો અને ઇયળનો રોગ આવતો હોવાથી ખેડૂતો હવે મકાઇનું વાવેતર ઓછું કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.