અરવલ્લી : ભિલોડા તાલુકાનો ખરાડી ગામ તે આસપાસ 10 ગામડાઓ માટે નાની મોટી ખરીદીનું મુખ્ય સ્થાન છે. આ વિસ્તારના મોટાભાગના લોકોના ખાતા ખરાડી ગામમાં આવેલી બેન્ક ઓફ બરોડા શાખામાં છે.
જનધન યોજના અને અન્ય સરકારની રોકડ સહાય પણ બેન્ક ઓફ બરોડામાં જમા થાય છે, જેથી બેંક શાખામાં નાણા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે.
ગામમાં બેન્ક ઓફ બરોડાનું ATM મશીન છેલ્લા એક વર્ષથી લગાવવામાં આવેલું છે, પરંતુ શોભાના ગાંઠીયા બની ગયું છે. જેના કારણે બેંકના ગ્રાહકોને નાણા ઉપાડવા માટે ભિલોડા,શામળાજી અને છેક મોડાસા સુધી લાંબુ થવું પડે છે . જેના કારણે લોકોને આવી પરિસ્થતિમાં મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે.