ભિલોડાની બે રહેણાંક સોસાયટીમાં 20થી 22 ઉંમરનો તસ્કર બિંદાસ ત્રાટકી બે ખુલ્લા મકાનને નિશાન બનાવ્યા હતાં. જેમાં તેણે ત્રણ મોબાઇલ, એક ટેબ્લેટ અને 25 હજાર રોકડની ચોરી કરી ફરાર થયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા કેમેરામાં કેદ થતાં ભિલોડા પોલીસને સોંપવામાં આવ્યા હતાં. ભિલોડા પોલીસે પ્રાથમિક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમિયાનગર સોસાયટીમાં ડૉ. બાબુભાઇ પટેલના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી મોબાઇલ અને ટેબ્લેટ કિંમત રુપિયા 5000 ઉઠાવી અન્ય સોસાયટીમાં ખુલ્લા રહેલા મકાનો શોધતા-શોધતા બીજી સોસાયટીમાં પહોંચી યોગેશ પટેલના ઘરેથી રોકડ રુપિયા 25 હજાર તથા મોબાઇલ મળી બંને મકાનમાંથી 35 હજારની ચોરી કરી હતી. અન્ય હર્ષદ સોનીના મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.