મોડાસા: તાળાબંધી દરમ્યાન ફેક્ટરીઓ બંધ રહેતા રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત દ્રારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન શાખા દ્વારા ચાલતા ગ્રામીણ સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે માટે હાલ માસ્કની માંગ હોવાથી એન.આર.એલ.એમ શાખાએ વિવિધ સરકારી સંસ્થાઓમાંથી માસ્કના ઓડર મેળવી બહેનોને માસ્ક બનાવવાનું કામ આપ્યુ હતું.
અત્યાર સુધીમાં કુલ 40,000 માસ્ક બનાવવામાં આવ્યા છે.જેમાં અરવલ્લી જિલ્લાના 30 સખી મંડળના 79 સખી મંડળની બહેનોએ ૪ લાખ રૂપિયાની આવક કરી પોતાની આજીવિકા પણ ચાલુ રાખી છે. અને જિલ્લામાં કોરોનાની લડતમાં પોતાનું અનોખું યોગદાન આપ્યુ હતું.