અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી ગત માસે યોજવામાં આવી હતી. ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું અને હોદ્દેદારો ચૂંટાયા હતા. જોકે ચૂંટણી જાહેર થઇ તે દિવસથી રદ કરવા માટે D.P.E.O ને રજુઆત કરવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે અરવલ્લી DPEO ચૂંટણી જાહેરનામું રદ પણ કરી દીધું હતું. DPEOના આ હુકમ સામે ચૂંટણી સમિતિના અધ્યક્ષ મહેશભાઈ ઉપાધ્યાએ હાઈકોર્ટમાં ગયા હતા. જોકે 7 જુલાઈએ ચૂંટણી યોજાઇ તેની આગળની રાતે ચૂંટણી રદ કર્યાની જાહેરાત કરાઇ હતી.
ત્યાર બાદ 12 જુલાઈએ નવા અધ્યક્ષ હરેશભાઈ સુથારે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને 14 જુલાઈના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઇ હતી. પરંતુ, આ ચૂંટણી સામે વિરોધ નોંધાવી મોડાસા તાલુકાના હનુમાન મોરીના પ્રાથમિક શાળાના શિક્ષક આશિષભાઈ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી હર્ષિત ગોસાવી, DPEO એ.કે મોઢ પટેલ , નાયબ DPEO સમીરભાઈ પટેલ અને ચૂંટણી અધ્યક્ષ હરેશભાઈ સુથાર અને અરજદાર આશિષભાઈ પટેલની હાજરીમાં સુનાવણી યોજવામાં આવી હતી.રજુ કરવામાં આવેલ આધાર પુરાવાને ધ્યાને લેતા હરેશભાઈ સુથાર જિલ્લા ચૂંટણી સમિતિએ કરેલાં ઠરાવમાં ચૂંટણીપંચના હોદ્દેદાર તરીકે ન હોય તેમને જાહેરનામું પાડવાનો કોઈ અધિકાર રહેતો ન હોવાનું સ્પષ્ટ થયું હતું . જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ 14-40-2019ના રોજ યોજાયેલ પ્રાથમિક શિક્ષણ ચૂંટણી પ્રક્રિયા રદ કરી ચૂંટાયેલા હોદ્દેદારોને અમાન્ય કરાવવાનો હુકમ કર્યો હતો.