કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અધિકારીઓ સાથે મીટીંગ બાદ ઓફીસોમાં રાઉંડ મારવા નિકળયા હતા. તે દરમિયાન મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. તેમની નજર એક વૃદ્ધા પર પડી અને વૃદ્ધા પરેશાન જણાતાં તેમણે કારણ પુછ્યુ તો તેઓ આવકનો દાખલો કઢાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. આવકનો દાખલો કઢાવવા માટે આમ-તેમ ફરી રહેલા વૃદ્ધાને કલેક્ટરે તરત જ આવકનો દાખલો કઢાવી આપ્યો.
એટલું જ નહીં વૃદ્ધા વિધવા હોવાનું માલૂમ પડતા કલેક્ટરએ વૃદ્ધાને પેન્શન યોજનાનું ફોર્મ ભરાવી 15 મિનિટમાં સ્થળ પર મંજૂરીનો હુકમ પણ કરી દીધો હતો.