ETV Bharat / state

અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે કારમાંથી 38 હજારના દારૂ સાથે 3 લોકોની ધરપકડ કરી

author img

By

Published : Oct 23, 2020, 11:12 AM IST

અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસે બુધવારની મોડી રાત્રે ઉદેપુરના એક યુવતી સહિત ત્રણ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ ડિઝાયર કારની તલાસી લેતા કારના હેન્ડબ્રેકની નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલ 38 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે યુવતી સહિત બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

arvalli
મેઘરજ પોલીસે કાલીયાકુવા નજીક કારમાંથી 38 હજારનો દારૂ સાથે 3 આરોપીની ધરપકડ કરી
  • દારૂનો કીમિયો નિષ્ફળ બનાવતી મેઘરજ પોલીસ
  • પોલીસે બાતમીના આધારે બુટલેગરોને ઝડપી પાડ્યા
  • 38 હજારનો દારૂ સાથે 3 આરોપીની ધરપકડ કરી

અરવલ્લી : જિલ્લાની મેઘરજ પોલીસે બુધવારની મોડી રાત્રે ઉદેપુરના એક યુવતી સહિત ત્રણ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી કારની તલાસી લેતા કારના હેન્ડબ્રેકની નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલ 38 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે યુવતી સહિત બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓએ પોલીસને શંકા ના જાય તે માટે સાથે રાખી હતી યુવતી

અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરના PSI એન.એમ.સોલંકી અને તેમની ટીમે બાતમીની આધારે મેઘરજના કાલીયાકુવા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તપાસ કરતા કારમાં હેન્ડબ્રેક અને શીટ નીચે ગુપ્ત ખાનામાં રૂ.38900 ની કિંમતની વિદેશી દારૂની 221 નંગ બોટલ અને પાઉચનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમા સવાર એક યુવતી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 3,49,900 નો મુદ્દામાલ જપ્ત કરી યુવતી સહિત બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એક આરોપી પ્રોહીબીશનના ગુનામાં હતો ફરારઆ આરોપીઓ વિરૂદ્વ ઈ-ગુજકોપ પોકેટમાં તપાસ કરતા એક આરોપી વિજયસીંગ દેવડા સામે અગાઉ પણ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ હતો. તે ફરાર હતો. જેથી મેઘરજ પોલીસને વધુ એક ગુન્હો ઉકેલવામાં સફળતા મળી મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.