ETV Bharat / state

અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં ઉક્લેયો ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ

માલપુર તાલુકાના હેલોદર ગામમાં 15 ઓગસ્ટની વહેલી સવારે હડમતિયા તળાવની પાળે બે પિતારાઇ ભાઇઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને તાપસના ચક્રો ગતીમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.

crime news
crime news
author img

By

Published : Aug 16, 2020, 8:08 PM IST

અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામમા 15 ઓગસ્ટની વહેલી સવારે હડમતીયા નદીના પાળે વિક્રમભાઈ અને મનુભાઈ નામના પિતરાઈ ભાઈના મૃતદેહ મળી આવ્યા હતા. બન્ને ભાઇઓને તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતરવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરવાના ઇરાદે બન્નેના મૃતદેહ ખાલી તળાવમાં આવેલા બેટ ઉપર લઇ જઇ નાખી દીધા હતા.

અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં ઉક્લેયો ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જિલ્લા LCB, SOG, મોડાસા સર્કલ પોલીસ અને માલપુર પોલીસની ટીમએ ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. મૃતક વિક્રમભાઇના આરોપી બાબુભાઇની પત્ની સાથે આડા સંબધો હોવાને લઇને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યુ હતું . હાલ એક આરોપી ફરાર છે જેને પકડવા પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.