ETV Bharat / state

અરવલ્લી ખાણ ખનીજ વિભાગે ભૂ-માફીયાઓએ વિરુદ્ધ કરી કાર્યવાહી

author img

By

Published : Jun 13, 2021, 2:21 PM IST

અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ ખનન-વહન કરતા નવ વાહનો જપ્ત કરતા ભૂ-માફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જોકે રોજ સેંકડો ટ્રક ગેરકાયદેસર ખાણ ખનીજ વહન કરતા હોય ત્યારે કોઇક જ વખત થતી કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠ્યા છે.

Aravalli Mines and Minerals Department takes action against land mafias
અરવલ્લી ખાણ ખનીજ વિભાગે ભૂ-માફીયાઓએ વિરુદ્ધ કરી કાર્યવાહી
  • અરવલ્લી ખાણખનીજ વિભાગની ભૂ-માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી
  • 1 હિટાચી,1 જેસીબી,7 ડમ્પર મળી 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે પર્યાવરણવાદીઓએ ઉઠાવ્યા પ્રશ્નો

અરવલ્લીઃ જિલ્લા ખાણ ખનીજ વિભાગે છેલ્લા બે દિવસથી જબરજસ્ત સપાટો બોલાવ્યો છે. ખાણ ખનીજની ટીમ દ્વારા બાતમીના આધારે મોડાસા તાલુકાના કડોલ-જીતપુર હાઇવે પાસે ગેરકાયદેસર મુરમ ખનિજનું ખોદકામ થઇ રહ્યુ હતું. ત્યાં અચાનક છાપો માર્યો હતો. ખોદકામમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલ 1 જેસીબી જપ્ત કરી દંડકીય રકમ વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પોરબંદર: ભાવસિંહજી સિવિલ હોસ્પિટલને રૂપિયા 21,45,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી

મોડાસા તાલુકામાંથી 2.5 કરોડના વાહન જપ્ત કર્યા

મોડાસા તાલુકાના લિંભોઈ કંપાની ખાનગી માલિકની જમીનમાંથી ગ્રેનાઈટ રબલ ખનીજ ખોદી બિન ખેતીની જમીનમાં પુરાણ કરતા હોવાની ફરિયાદ આધારે સ્થળ પર રેડ કરી ખોદકામ કરી રહેલું 1 હીટાચી જપ્ત કર્યુ હતું. આ ઉપરાંત જ્યારે લીંભોઈના ખેતરમાંથી વગર પરવાનગીએ સાદી માટી ખનીજ વહન કરતા 5 ડમ્પર સ્થળ પરથી જ અટક કર્યા હતા. જ્યારે રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરી રહેલા 2 ડમ્પર જપ્ત કર્યા હતા. જપ્ત કરેલા વાહનોની કિંમત 2.5 કરોડ આંકવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તક એવા ખાણ ખનીજ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી

પર્યાવરણવાદીઓએ ઉઠાવ્યા પ્રશ્નો

ખાણ ખનીજ વિભાગની ભૂ-માફીયાઓ વિરુદ્ધ કોઇક જ વાર થતી કાર્યવાહી સામે પર્યાવરણવાદીઓએ પ્રશ્નો ઉઠાવ્યા છે. પર્યાવરણવાદીઓ માંગ કરી રહ્યા છે કે, ખાણખનીજ વિભાગની મીઠી નજર હેઠળ ચાલી રહેલી તમામ ગેરકાયેદસર ખનન અને વહનના કામ બંધ થવા જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.