ETV Bharat / state

અરવલ્લી એલસીબી 1 લાખથી વધુનો દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર - Shamlaji LCB

અરવલ્લી જિલ્લાના શામળાજીમાંથી એલએલસીબી પોલીસે રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કારમાંથી એક લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર રોડ પર કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

અરવલ્લી એલસીબી 1 લાખથી વધુનો દારૂ ઝડપ્યો,બુટલેગર ફરાર

author img

By

Published : Jan 9, 2021, 8:30 PM IST

  • શામળાજીમાં વિદેશી દારુ ઝડપાયો
  • એલસીબીએ રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ઝડપ્યો
  • બૂટલેગર કાર મૂકી નાસી ગયો

શામળાજીઃ અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ સમયે રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતાં તેને અટકાવાનો પ્રયત્ન કર્યો હતો .જોકે બુટલેગરે કાર પુરઝડપે હંકારી મુકી હતી. એલસીબી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતાિ બુટલેગર કાર રોડ પર મૂકી ફરાર થઇ ગયો હતો.

  • રૂ.3,૦૦, 8૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

    પોલીસે ફરાર થઇ ગયેલ બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. એલસીબી પોલીસે રોડ પર પડેલ કારની તલાસી લેતાં કારમાંથી રૂ.1,૦૦,8૦૦/- કિંમતની વિદેશી દારૂની 168 બોટલ મળી આવી હતી. પોલીસે કાર કીં.રૂ.2,૦૦,૦૦૦ મળી કુલ રૂ.3,૦૦૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . ફરાર થઇ ગયેલ બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.