ETV Bharat / state

મોડાસામાં 4 અને ધનસુરામાં એક મળી કોરોનાના વધુ પાંચ નવા કેસ નોંધાયા - અરવલ્લીમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા

અરવલ્લી જિલ્લામાં બુધવારની મોડી રાત્રે મોડાસાના 3 અને ધનસુરાના એક કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારની સાંજે મોડાસા નગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 126 પંહોચ્યો છે. જેમાંથી 109 લોકોએ કોરોનાને માત આપી છે.જયારે સાતના મોત અને 10 લોકો સારવાર લઇ રહ્યા છે.

etv bharat
અરવલ્લી: મોડાસામાં ચાર અને ધનસુરામાં એક મળી કોરોનાના વધુ પાંચ નવા કેસ નોંધાયા
author img

By

Published : Jun 4, 2020, 10:12 PM IST

અરવલ્લી: જિલ્લામાં બુધવારની મોડી રાત્રે મોડાસાના 3 અને ધનસુરાના એક કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા હતા. જ્યારે ગુરૂવારની સાંજે મોડાસા નગરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો કુલ આંક 126 પંહોચ્યો છે. જેમાંથી 109 લોકોએ કોરોનાને માત આપી છે.જયારે સાતના મોત અને 10 લોકો સારવાર લઇ રહ્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં બુધવારની મોડી રાત્રે મોડાસા શહેરના મહેતાવાડા વિસ્તારમાં તેમજ તાલુકાના કોલીખડ અને ટીંટોઇમાં જયારે ધનસુરાના બુટાલ ગામે કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જ્યારે ગુરૂવારે વધુ એક કેસ મળી આવતા જિલ્લામાં અત્યાર સુધી 126 કેસ નોંધાયા છે. જે પૈકી મોડાસાના બે દર્દીની સારવાર પૂર્ણ થતાં રજા અપાતા કુલ 109 લોકોને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ભિલોડાના બે અને મોડાસા શહેરના પાંચ મળી કુલ 7 લોકોના મોત થયા છે જયારે 10 દર્દીઓ સારવાર હેઠળ છે.ત્યારે આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે નિયત્રિત વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવાની સાથે આરોગ્યની 5 ટીમો દ્વારા 254 ઘરોના 1156 લોકોનું ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી છે. સર્વે દરમિયાન 55 લોકોને શંકાસ્પદ લક્ષણો જણાતા હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે જિલ્લાના 768 લોકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 10 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ છે. જેમાંથી અમદાવાદ જિલ્લાના બે પોઝિટિવ દર્દીનો પણ સમાવેશ થાય છે. જયારે કોરોના પોઝિટિવના બે દર્દીને હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.