અરવલ્લી: મોડાસાની વૃંદાવન સોસાયટી તેમજ વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ કર્મીઓને પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના બે મહિના જેટલા સમય દરમ્યાન પોલીસ અને આરોગ્ય કર્મીઓ પોતાની પરવા કર્યા વિના ફરજ પર તૈનાત હતા. ત્યારે આ પ્રકારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ , ડીવાયએસપી ભરત બસીયા , મોડાસા ટાઉન પીઆઈ એસી. પી વાઘેલા સહીત એસ.ઓ.જી , એલસીબી અને ટ્રાફિક પોલીસના જવાનો પણ જોડાયા હતા.