- દિવાળીના તહેવાર પુર્વે દારૂની હેરાફેરી રોકવા અરવલ્લી પોલીસ સક્રિય
- જિલ્લા સેવા સદન પાસેથી પુરઝડપે જતી કારની તલાશી લેતા મળી આવ્યો દારૂ
- કાર ચાલક અરવલ્લીના ભિલોડાનો રહેવાસી
અરવલ્લી : દિવાળી પુર્વે દારૂની માંગ વધુ હોવાના લીધે જિલ્લામાં પોલીસ સક્રિય બની પેટ્રોલીંગ કરી રહી છે. ત્યારે અરવલ્લી LCB પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે હજીરા વિસ્તારમાં શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જિલ્લા સેવાસદન કચેરી તરફથી પુરઝડપે પસાર થતી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં છુપાવી રાખેલારૂ.31,200ની કિમતના વિદેશી દારૂની 52 બોટલનો જથ્થો જપ્ત મળી આવ્યો હતો.
LCB પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી
ભિલોડા તાલુકાના દહેગામડા ગામના કાર ચાલક જીતેન્દ્ર બબાભાઈ માલીવાડની પોલીસે ધરપકડ કરી હતી. વિદેશી દારૂ અને કારની કિંમત મળી કુલ1,32,200નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.