અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા- મેઘરજ વિધાનસભા ક્ષેત્રના કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા ત્રીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત(Corona Infected Congress MLA) થયા હતા. તેઓ કોરોનાગ્રસ્ત થતા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં(Sims Hospital, Ahmedabad) છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેઓ ખાસ તબીબી નિરીક્ષણ હેઠળ હતા અને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમની તબીયત વધુ ખરાબ થતા તેમને ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તાત્લાલીક ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ જામનગરમાં સાંસદ, ધારાસભ્ય બાદ કૃષિપ્રધાન રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ
ફેફસામાં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ મારફતે ચેન્નાઇ ખસેડાયા
ડૉ.અનિલ જોષીયારાના(Congress MLA Dr. Anil Joshiyara) ફેફસામાં તકલીફ જણાતા તેઓને તાત્કાલીક એર એમ્બ્યુલન્સ (Air ambulance)મારફતે ચેન્નાઇ ખસેડાયા આવ્યા છે. ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં તેઓની ઈકમો થેરાપી કરવામાં આવશે. ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા શંકરસિંહ વાધેલાની સરકારમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા છે.