ETV Bharat / state

આકાશી આફતને પંહોચી વળવા અરવલ્લી વહીવટી તંત્ર સજ્જ - આકાશની આફતો સામે લડવા અરવલ્લી વહીવટીતંત્ર સજ્જ

અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ પડતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તાઓને નુકસાન થયું હતું. તો જિલ્લા વહિવટીતંત્રની સજ્જતાથી રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્ર આકાશી આફતોને પહોંચી વળવા સજ્જ બની છે.

ETV bharat
આકાશી આફતને પંહોચી વળવા અરવલ્લી વહીવટી તંત્ર સજ્જ
author img

By

Published : Aug 24, 2020, 11:08 PM IST

અરવલ્લી: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે શનિવારની સવારથી રવિવારની સવાર સુધીમાં મોડાસામાં 79 mm, ભિલોડામાં 130 mm, મેઘરજમાં 73 mm, માલપુરમાં 149 mm, બાયડમાં 69 mm અને ધનસુરામાં 160 mm એમ કુલ મળી 660 mm વરસાદ નોંધાયો હતો. જેને લઇ શહેરથી ગ્રામ્ય વિસ્તારને જોડતા ભિલોડા, માલપુર અને બાયડના 16થી વધુ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ અરવલ્લી જિલ્લા તંત્રની સજ્જતાથી કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી.

ETV bharat
આકાશી આફતને પંહોચી વળવા અરવલ્લી વહીવટી તંત્ર સજ્જ
કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, જિલ્લાના ઇમરજન્સી રીસપોન્સ ટીમ દ્વારા જે રસ્તાઓને નુકસાન થયું હતું. ત્યાં સમારકામ હાથ ધરીને તે રસ્તાઓને ગણતરીના કલાકોમાં પૂર્વવત કરાયા છે. જ્યારે નીચાણ ડીપ રસ્તાઓ પર જ્યાં ભયજનક રીતે પાણી વહેતા હોય તે રસ્તાઓ અવર-જવર બંધ કરી ત્યાં પોલીસ ટીમને તૈનાત કરવામાં આવી છે. જ્યારે વરસાદને લઇ જિલ્લાના 300થી વધુ નાના તળાવોમાં તેમજ ડેમમાં નવા નીરની આવક થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.