- લગ્ન પ્રસંગોમાં બેન્ડવાજા અને ઢોલ વગાડવાની મંજૂરી આપવાની માંગ
- માલપુર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
- ગુજરાત સૂચિત સંગીત બેન્ડ એસોસિએશનના સભ્યોએ માંગ કરી
અરવલ્લીઃ સરકારે અનલોક જાહેર કર્યા બાદ મોટા ભાગના ધંધા રોજગાર શરૂ થયા છે. જો કે, સરકારે મોટા મેળાવડા કરવાની હજુ મંજૂરી આપી નથી. જેમાં લગ્ન પ્રસંગમાં સરકારે 200 માણસો એકઠા કરવાની પરવાનગી આપી છે, પરંતુ બેન્ડ અને ઢોલ પર પ્રતિબંધ મુક્યો છે.
![લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા અને ઢોલ વગાડવાની મંજૂરી આપવાની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-band-association-avb-gj10013mp4_10112020174411_1011f_1605010451_228.png)
લોકો દેવાદાર અને બેરોજગાર બન્યા
જેને લઇ લગ્ન પ્રસંગોમાં બેન્ડવાજા વગાડી પોતાનું ગુજરાન ચલવતા લોકો તેમનો ધંધો પુન: શરૂ કરવાની પરવાનગી માંગી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા વગાડી પરિવારનું જીવનનિર્વાહ ચલાવતા લોકો, લોકડાઉન બાદ દેવાદાર અને બેરોજગાર બન્યા છે. જેથી બેન્ડ કે ઢોલ વગાડવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત સૂચિત સંગીત બેન્ડ એસોસિએશનના સભ્યોએ મુખ્યપ્રધાનને સંબોધીને અરવલ્લી જિલ્લાના માલપુરના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.