LCB દારૂ કાંડ ફરી એકવાર ચર્ચામાં
દારૂ કાંડમાં પોલીસ અધિકારી સહિત એક અન્ય વ્યક્તિ સામે નોંધાયો હતો ગુનો
આરોપીએ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્વ ધાકધમકી આપવા બદલ ફરીયાદ નોંધાવી
અરવલ્લીઃ ગત ફેબ્રુઆરી માસમાં પોલીસ અધિકારીઓની દારૂકાંડ (liquor scam)માં સંડોવણી બહાર આવતા અરવલ્લી જિલ્લામાં ભારે ચકચાર મચી હતી. આ મામલે LCB પી.આઈ RK પરમાર, ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિ શાહરૂખ શેખ સામે ગુનો (Crime) નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ (Suspended) કરી દેવામાં આવ્યાં હતા.
શાહરૂખ શેખે હાઇકોર્ટમાંથી જામીન મેળવી લીધા
આ તમામ આરોપીઓમાંથી ખાનગી વ્યક્તિ શાહરૂખ શેખે હાઇકોર્ટ (High Court)માંથી જામીન મેળવી લીધા છે. જોકે, હવે તેણે અરવલ્લી જિલ્લાના ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્વ ધાકધમકી આપતા હોવાની ફરીયાદ રેંજ આઇ.જી ચુડાસમા સમક્ષ કરી છે.
પોલીસ અધિકારીઓના કોલ રેકોર્ડિંગ અને મેસેજ બતાવ્યાં
શાહરૂખે અરવલ્લીના SP સંજય ખરાતને પોલીસ અધિકારીઓના કોલ રેકોર્ડિંગ અને મેસેજ બતાવ્યાં હતા અને ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન(Modasa Town Police Station)માં પોલીસ અધિકારીઓ વિરૂદ્વ અરજી દાખલ કરવામાં આવતા ફરીથી LCB દારૂ કાંડ ચર્ચામાં આવી ગયુ છે.
આ પણ વાંચોઃ અરવલ્લી LCBએ 4.94 લાખ રૂપિયાના દારૂ સાથે 2 ઇસમની ધરપકડ કરી
ક્યા પોલીસ અધિકારી વિરૂદ્વ નોંધાવી ફરીયાદ
- પરમાર મનીષ, હેડ કોન્સ્ટેબલ, ભિલોડાટ
- નિલેશ ફનાત, કોન્સટેબલ, સાઠંબા
- વિક્રમસિંહ વકતુસિંહ ચાવડા, કોન્સ્ટેબલ, આંબલીયારા બાયડ
શું છે LCB દારૂ કાંડ?
ગત તારીખ 19/02/2021ના રોજ બે પોલીસ કર્મીઓ અને એક વચોટીયાએ પક્ડાયેલા દારૂ (liquor)ના ટ્રકમાંથી સવા લાખનો દારૂ કાઢી પોતાની એસેન્ટ કારમાં બારોબાર વેચવા જતા હતા. ત્યારે એક જાગૃત નાગરીકે તેનો પીછો કર્યો હતો. જોકે, આ જોઇ હળબળી ગયેલા પોલીસ કર્મીએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાધી હતી. ત્યાર બાદ પોલીસ કર્મીઓ નાસી છુટ્યા હતા. જોકે, થોડા કલાકો બાદ બન્ને આરોપી પોલીસ કર્મીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. આરોપી પોલીસ કર્મીઓના ઝડપાયા બાદ દારૂ કાંડના મુખ્ય સુત્રધાર પર ગાળીયો કસાયો હતો. LCB ઓફીસમાં જ સંતાડેલી દારૂની સાત પેટીઓ મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ ટાઉન પોલીસ (Town Police)ને તપાસ સોંપી LCB પી.આઇ RK પરમાર અને ત્રણ પોલીસ કર્મી સામે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં હતા.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂ ઝડપી પાડ્યો