ETV Bharat / state

કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત - ઓક્સિજનનો બાટલો શોધવા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં, 2 યુવકોએ જીવ ગુમાવ્યો હતો. આ બન્ને યુવકો, પોતાના પિતા કોરોનાગ્રસ્ત થયા હોવાથી તેમના માટે ઓક્સિજનનો બાટલો શોધવા નિકળ્યા હતા. આ અક્સમાતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

author img

By

Published : May 1, 2021, 10:46 PM IST

  • ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નેત્રમ CCTV પોલ સાથે ટકરાઈ
  • કારમાં બેસેલા બન્ને યુવકોંના ઘટનાસ્થળે મોત નિપજ્યા
  • પૂરઝડપે ચાલતી કારના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા

અરવલ્લી: જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શુક્રવારના રોજ ગમખ્વાર અકસ્મતામાં 2 યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જિલ્લાના ભિલોડા તાલુકાના કંથારીયા ગામે એક વૃદ્વ કોરોનાગ્રસ્ત થતા બાદ, તેમનો દિકરો અને મિત્ર માનસીક તણાવને કારણે કાર પૂરઝડપે ચલાવીને ઓક્સિજનની શોધમાં નિકળ્યા હતા. ત્યારે, મોડાસા બાયપાસ માર્ગ પર મેઘરજ રોડ ચોકડી નજીક નેત્રમના CCTV કેમેરાના પોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. નેત્રમના પોલ સાથે કાર ભટકાયા બાદ કાર ચાલક અને તેના મિત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી.

ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા નેત્રમ CCTV પોલ સાથે ટકરાઈ

આ પણ વાંચો: મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મચારી કોરોનાગ્રસ્ત થતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા

બન્ને યુવકોંના ઘટનાસ્થળે મોત નિપજ્યા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કંથારિયા ગામના ધવલના પિતા કોરોનાગ્રસ્ત થતા હતા. આથી, તેમને ઓક્સિજન તાત્કાલીક જરૂર પડતા ધવલ અને તેનો મિત્ર રોનક બન્ને ઓક્સિજન મેળવવા દોડી રહ્યા હતા. આથી, ઓક્સિજનની શોધમાં બન્ને યુવકો કાર લઇને મોડાસાની સહયોગ ચોકડી તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. આ દરમિયાન, બાયપાસ માર્ગની મેઘરજ રોડ ચોકડીએ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત નડયો હતો. પૂરઝડપે આવતી કાર રોડસાઈડના નેત્રમ CCTV પોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં બન્ને યુવકોંના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બન્ને યુવકોના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો.

કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત
કોરોનાગ્રસ્ત પિતા માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવક અને તેના મિત્રનું અકસ્માતમાં મોત

આ પણ વાંચો: ધનસુરા-બાયડ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, 1નું મોત

યુવકોના મૃતદેહો ક્રેન અને કટરની મદદથી બહાર કાઢયા

વીજપોલ સાથે ધડાકાભેર અથડાયા પછી કારનો કડૂચલો વળી ઉંધા માથે થાંભલે લટકી રહી હતી. આથી, બન્ને યુવકોના મૃતદેહો ક્રેન અને કટરની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાના પગલે મોડાસા ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.