અરવલ્લીઃ જિલ્લાના મોડાસમાં બાળ સખા યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઠરાવની શરતો અનુસાર ખાનગી સંસ્થાના બાળ રોગ નિષ્ણાંતના એનઆઈસીયુની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત એક દિવસના રૂપિયા 7000 લેખે સાત દિવસના રૂપિયા 49 હજાર નું પેકેજ ચૂકવવામાં આવે છે.
શુ અરવલ્લીમાં સરકારની બાળ સખા યોજના બંધ થશે?, જાણો શું છે મામલો...
નવજાત શિશુનો મૃત્યુદર ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા બાળ સખા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત 250 કરતાં વધુ પ્રાઇવેટ હોસ્પિટલ અને સંસ્થાઓ સેવા આપી રહી છે. જોકે હવે દર્દી દીઠ મળનાર સારવાર ખર્ચના નિયમોમાં ફેરફાર થતાં અરવલ્લી જિલ્લાના બાળ રોગના તબીબોએ જ્યાં સુધી મૂળ યોજના મુજબ સારવાર ખર્ચ ન મળે ત્યાં સુધી આ યોજના અંતર્ગત સેવા સ્થગિત કરી છે. આ અંગે અરવલ્લી જિલ્લાના 12 જેટલા તબીબોએ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું
સરકારની બાળ સખા યોજના
અરવલ્લીઃ જિલ્લાના મોડાસમાં બાળ સખા યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ઠરાવની શરતો અનુસાર ખાનગી સંસ્થાના બાળ રોગ નિષ્ણાંતના એનઆઈસીયુની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત એક દિવસના રૂપિયા 7000 લેખે સાત દિવસના રૂપિયા 49 હજાર નું પેકેજ ચૂકવવામાં આવે છે.
Last Updated : Mar 21, 2020, 2:09 AM IST