- દયા ફાઉન્ડેશનના સભ્યને આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાં મળી આવ્યો હતો
- મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદીરમાં અલગ રીતે થાય છે આરતી
- મંદિરમાં ઘંટ નહી પરંતુ પથ્થર વગાડી આરતી
અરવલ્લી: મોડાસા નગરમાં રામાપીર મંદિરમાં આરતી સમયે મંદિરમાં ઘંટ નહીં પરંતુ પથ્થર વગડવામાં આવે છે. આ પથ્થર સાપને રેસ્ક્યૂ કરતા એક એન.જી.ઓના સભ્યને જંગલમાંથી મળી આવ્યો હતો. ત્યારથી મંદિરમાં ઘંટ નહી પરંતુ પથ્થર વગાડી આરતી કરવામાં આવે છે.
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલું રામાપીર મંદિર પથ્થરના સૂર બેલ કરતાં મધુર લાગતા દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહમોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા રામાપીર મંદિરમાં અલગ જ રીતે આરતી કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરમાં આરતીના સમયે ઘંટ વગાડવામાં આવે છે પરંતુ આ મંદિરમાં પથ્થરના રણકારથી આરતી કરવામાં આવે છે. મંદિરમાં પથ્થરના રણકારના સુર બેલ કરતાં મધુર લાગતા આરતીના સમયે શ્રદ્વાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી જાય છે. સાપને રેસ્ક્યૂ કરવાની સેવા આપતી એન.જી.ઓ દયા ફાઉન્ડેશનના સભ્યને આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાં મળી આવ્યો હતો. જેને મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જેને વગાડવા માટે દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદીરમાં પથ્થરના રણકારથી થાય છે આરતી રણકાર કરતા પથ્થરને દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ રામાપીર મંદિરમાં સ્થાન આપ્યુ અરવલ્લી જિલ્લામાં સાપ અને પક્ષીઓના રેસ્ક્યુ કરવાની કામગીરી કરતી એન.જી.ઓના સભ્યો થોડા દિવસ પુર્વે જંગલમાં ગયા હતા. આ સમયે એક સભ્યને પગમાં ઠોકર લાગતા રણકાર સંભળાયો હતો. આ સભ્યએ કુતુહલવશ નીચે જોયુ તો ત્રીસ કિલોનો એક પથ્થર હતો. જેને ઉંચો કરી બાજુ પર મુકતા ફરીથી રણકાર થયો હતો. રણકાર કરતા પથ્થરને દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ ડીપ વિસ્તારના રામાપીર મંદિરમાં સ્થાન આપ્યુ હતું.