ETV Bharat / state

ઘરનું લાખો રૂપિયા વીજળીનું બિલ આવતા શ્રમિકના માથે ફાટ્યુ આભ - ઇલેક્ટ્રિસીટી બિલ

અરવલ્લી જિલ્લાના મોડાસાનામાં રહેતા મજૂરી કરતા વ્યક્તિનું વીજ બિલ લાખો રૂપિયા આવતા તેના હોશકોશ ઉડી ગયા હતા. આ અંગે શ્રમિકે વીજવિભાગને જાણ કરી છે પરંતુ હજુ સુધી બિલ અંગ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઘરનું લાખો રૂપિયા વીજળીનું બીલ આવતા શ્રમીકના માથે ફાટ્યુ આભ

author img

By

Published : Jun 7, 2021, 9:03 PM IST

  • વીજળી બિલને ઉડાડી પરીવારની ઉંઘ
  • મજૂરના ઘરમાં 6 લાખનું બિલ
  • કંપનીએ તપાસ કરવાની આપી સાંત્વના

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસાના એલાયન્સ નગરમાં રહેતા મજૂરી કરતા વ્યક્તિનું વીજ બિલ લાખો રૂપિયા આવતા તેના હોશકોશ ઉડી ગયા હતા. આ અંગે શ્રમિકે વીજ વિભાગને જાણ કરી છે પરંતુ હજુ સુધી બીલ અંગ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઘરનું લાખો રૂપિયા વીજળીનું બિલ આવતા શ્રમિકના માથે ફાટ્યુ આભ

ટીવી, પંખો અને બે LED બલ્બનું બિલ અધધધ રૂ.6,32,583

અરવલ્લીના મોડાસામાં શબ્બીર ભાઈ કડીયા કામ કરી માંડ રોજના 400 રૂપિયા જેટલુ કમાઇને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના એક રૂમ અને એક કિચન વાળા મકાનમાં એક ટીવી, એક પંખો અને બે LED બલ્બ છે. અત્યાર સુધી બે માસનું વધુમાં 400 રૂપિયા બીલ આવતું હતું. જોકે આ વખતે એપ્રિલ અને મે માસનું બિલ અધધધ રૂ.6,32,583 રૂપિયા આવતા તેમને આંચકો લાગ્યો હતો. ગરીબ મજૂરી કરતા શ્રમિકે એક સાથે જીવનમાં લાખ રૂપિયા જોયા ન હોય ત્યારે લાખો રૂપિયાનું બિલ જોઇને હેરાન થઇ ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટમાં ફરી એકવાર છબરડો

વીજ કંપની છબરડાના કારણે ખાવા પડશે ધક્કા

શબ્બીરભાઇએ આ અંગે મોડાસા UGVCLમાં અરજી કરી છે. જો કે વીજ કંપની છબરડાના કારણે હવે શબ્બીરભાઇને ધરમનો ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મોડાસા UGVCLના અધિકારીઓએ લાઈટ બિલ અંગે તપાસ કરી આગળ કાર્યવાહી કરવાની સાંત્વના આપી છે.

આ પણ વાંચો: તંત્રની વિચિત્ર બેદરકારી: આધેડના અંતિમ સંસ્કાર બાદ કોરોનાની જાણ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.