- શ્રમીક દિલીપભાઇ વાઘેેલા પક્ષી કાઢવા માટે થાંભલા પર લાકડી લઇ ચડ્યાં હતાં
- પક્ષીને કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરત જ વીજ વાયર સ્પાર્ક થયો
- સ્પાર્ક સાથે જ વીજળીનો ઝાટકો લાગ્યો અને નીચે પટકાયાં
- 20થી 25 ફૂટ ઉંચા વીજ થાંભલા પરથી પટકાતા દિલીપભાઇનું ઘટનાસ્થળે મોત
અરવલ્લી : જિલ્લાના માલપુર નગરના બજારમાં ગુરુવારે 12.30 વાગ્યાના સુમારે એક પક્ષી Power pole વીજ થાંભલા પર ભરાઇ ગયું હતું. આ જોઇ શ્રમિક દિલીપભાઇ વાઘેેલા પક્ષી કાઢવા માટે થાંભલા પર લાકડી લઇ ચડ્યાં હતાં. થાંભલા પર ચઢ્યા પછી એમણે જેવો પક્ષીને કાઢવાનો પ્રયત્ન કર્યો કે તરત જ વીજ વાયર સ્પાર્ક થતાંની સાથે તેમને ઝાટકો લાગ્યો હતો અને નીચે પટકાયાં હતાં. અંદાજિત 20થી 25 ફૂટ ઉંચા થાંભલા પરથી પટકાતાં પક્ષીપ્રેમી દિલીપભાઇનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. એકાએક કોઇને વીજ થાંભલા પરથી પટકાતા જોઇ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એક્ઠા થઇ ગયાં હતાં.
આ પણ વાંચોઃ PGVCLની પ્રિ-મોનસુન કામગીરી શંકાસ્પદ,વીજ પોલ પડતા વાહન ચાલક ગંભીર રીતે ઘવાયો
Bird loverનું પક્ષીને બચાવતાં મોત નીપજતાં પંથકમાં ગમગીની છવાઇ
Bird lover દિલીપભાઇનું મોત થતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. એક જીવદયા પ્રેમીનું પક્ષીને બચાવવા જતાં મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી.
આ પણ વાંચોઃ વડિયામાં PGVCL હેલ્પરને વીજ પોલ પર શોક લાગતા મોત થયું