ETV Bharat / state

મોડાસામાં આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ - Modasa town police station

કોરોના મહામારીને કારણે આજે દરેક ક્ષેત્ર પર અસર પડી છે. લોકડાઉન થવાથી લોકોની આર્થિક સ્થિતિ પર માઠી અસર જોવા મળી રહી છે. ઉપરાંત, આ મહામારીના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા ઘણા નિયમ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જાહેર સ્થળો પર એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ઇદ અને રક્ષાબંધનના તહેવાર પર મોડાસા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

મોડાસામાં આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

author img

By

Published : Jul 29, 2020, 9:11 PM IST

અરવલ્લી: મોડાસા શહેરમાં આગામી સમયમાં આવી રહેલી ઇદ-ઉલ-અદહા અને રક્ષાબંધન તહેવાર ઉપલક્ષમાં મોડાસા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ભરત બસીયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રા ઉસ્તવ સમિતિના સદસ્યો અને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાંતી સમિતિના સદસ્યો, અખ્તર ચિસ્તી અને મન્સુરઅલી બેલીમનું કોરોનાથી મોત નિપજતા શાંતિ સમીતિની બેઠકમાં 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી. શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહી હિન્દુ-મુસ્લિમ ધર્મના તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.