- અરવલ્લીના મોડાસામાં કાનુન જાગૃતિ માટે ક્રૃતિ પ્રદર્શન
- લોકોમાં કાનુની જાગૃતિ માટે અરવલ્લીમાં કાર્યક્રમ
- કૉલેજના સહયોગથી કાનુની જાગૃતિ પ્રદર્શન નું આયોજન
અરવલ્લીઃ મોડાસામાં રાષ્ટ્રીયા કાનુની સેવા સત્તા મંડળ ( National Legal Services Authority)અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ (District Legal Services Authority Board)ના ઉપક્રમે એન.એસ.પટેલ લૉ કૉલેજના સહયોગ થી મોડાસામાં કૉલેજ કેમ્પસ ના ભામાશા હોલ ખાતે આ કાનુની જાગૃતિ પ્રદર્શનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અરવલ્લી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ના જજ એચ.સી વોરા (Judge HC Vora is promoting legal awareness) ઉપસ્થિત રહ્યા હતા.
કાનુની જાગૃતિ પ્રદર્શન નું આયોજન
આ કાર્યક્રમમાં લોકોને કાનુની જાગૃતિ માટે કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ નું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા કોલેજ કેમ્પસ ખાતે આવેલ ભામાશા હોલ (Bhamasha Hall of the College Campus)માં રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે એન.એસ.પટેલ લૉ કૉલેજના સહયોગથી કાનુની જાગૃતિ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યુ હતું.
કાનુન પ્રત્યેની જાગૃતિ આવવાથી ગુના પ્રમાણમાં નોંધપાત્ર ધટાડો
આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ(District Legal Services Authority Board) ના અધ્યક્ષ અરવલ્લી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.સી.વોરા એ કાનુની જાગૃતિના પ્રચાર(Judge HC Vora is promoting legal awareness ) અને પ્રસાર અંગે ખાસ ભાર આપીને પ્રવચન આપ્યુ હતું. તેમાં તેમણે જણાવ્યુ કે સામજમાં અને લોકોમાં કાનુન પ્રત્યેની જાગૃતિ આવવાથી ગુના પ્રમાણમાં નોંધપાત્ર ધટાડો થશે .આ ઉપરાંત કાનુની જાગૃતિ માટે કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કૃતિનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યુ હતું
ટીંચીંગ અને નોન ટીંચગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ટીંચીંગ અને નોન ટીંચગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તથા મ.લા ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ ના પ્રમુખ નવીન મોદી, કૉલેજ ના આચાર્ય રાજેશ વ્યાસ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચીવ પ્રખર શર્મા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ અંગદાન એ જીવનદાનઃ અમદાવાદના બ્રેઇનડેડ મિત્તલબેનનું હ્યદય કોલકાતાના દર્દીમાં ધબકશે