ETV Bharat / state

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય - Free meals

શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષોથી ચાલતી અંબિકા ભોજનાલયમાં આજ (સોમવાર)થી તમામ યાત્રિકોને નિઃશુલ્ક ભરપેટ ભોજન આપવા સદાવ્રત શરૂ કર્યુ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલીત અંબિકા ભોજનાલય ત્રણ માસના પ્રાયોગીક ધોરણે સદાવ્રત ચલાવવા ડીસાના જય જલિયાણ ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યુ છે.

xxx
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય
author img

By

Published : Jun 14, 2021, 4:51 PM IST

  • અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય
  • તમામ દર્શાનાર્થીઓને નિ:શુલ્ક જમાડવામાં આવશે
  • કોરોના ગાઈડલાઈનનુ કરવામાં આવશે પાલન

અરવલ્લી: અંબાજી ખાતે સૌપ્રથમ વખત મંદિર ટ્રસ્ટે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. આજ (સોમવાર)થી રાજ્યસભાના સાંસદ તથા જીલ્લા કલેકટરના હસ્તે દીપ પ્રગટાવી સદાવ્રતને ખુલ્લુ મુક્યુ હતુ. અંબાજી મંદિરમાં માતાજીને ધરાવાતા રાજભોગનો પ્રસાદ અને સદાવ્રત માટે બનતી રસોઈમાં ભેળવી બધો જ પ્રસાદ તમામ માઈભક્તોને મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.

11 કુવારી કન્યાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું ભોજનાલય

આજે સૌપ્રથમ 11 કુંવારી કન્યાઓને હસ્તે ભોજન પ્રસાદ પીરસીને તમામ યાત્રીકો માંટે નિઃશુલ્ક ભરપેટ ભોજન સદાવ્રત શરૂ કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો સહીત દાનદાતાઓને પણ આ સદાવ્રત અન્નક્ષેત્રમાં સહયોગ કરવા જીલ્લા કલેકટરે અપીલ કરવામાં આવી છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય

આ પણ વાંચો : ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 5 જૂન સુધી રહેશે બંધ

કોરોના ગાઈડલાઈનનું પાલન

શરૂ કરવામાં આવેલી ભોજન વ્યવસ્થામાં 3000 ઉપરાંત ભક્તો ભોજનનો લાભ લઈ શકશે અને આ ભોજનાલયમાં બે વિશાળ હોલમાં યાત્રિકો ને જમવાની વ્યવસ્થા કરાઈ છે, જેમાં 500 યાત્રિકો એક સાથે જમી શકે છે. કોરોના ગાઇડલાઇનને અનુસરી સામાજિક અંતર જળવાઈ રહે તે માટે 50 ટકા લોકોને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાતુ ટોકન ચાર્જ બંધ કરી સદંતર નિશુલ્ક સદાવ્રત વયવસ્થાને રાજસભાના સાસંદ દિનેસ અનાવાડીયા એ પણ આવકારી છે.

આ પણ વાંચો : સાબરકાંઠાનું પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી મંદિર આગામી 30મી તારીખ સુધી રહેશે બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.