- જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કરાયું
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ્દ હસ્તે ઇ-લોન્ચિંગ
- સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયેલો કાર્યક્રમઅન્ન સલામતી કાયદા
મોડાસા-અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા ખાતે બુધવારના રોજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો . આ પ્રસંગે રમીલાબેને લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે જૂનાગઢના કેશોદથી ઇ-લોન્ચિંગ કર્યુ હતું. જેમાં રાજ્યના 101 તાલુકામાં 50 લાખ પરિવારોને અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.
53,440 લાભાર્થીઓને મળી યોજના
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 53,440 લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળશે. જેમાં બાંધકામ શ્રમિકો, દિવ્યાંગ લાભાર્થીઓ,વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ,વિધવા સહાય મેળવતી ગંગા સ્વરૂપ બહેનો અને અન્ય લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં ગરીબી રેખાથી નીચે આવતા અને એલ.એન.એ.એફ.એસ ના કાર્ડધારકોને પણ આવરી લેવામાં આવ્યા છે.

