અરવલ્લી જિલ્લાના અંદાજે 72 ગામોના મહિલાઓ સહિત પાંચ હજારથી વધારે લોકો નગરમાં આવેલા ઊમિયા માતાના મંદિરે એકત્ર થઇ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આ રેલીમાં આવેલા લોકોની માંગ હતી કે, જિલ્લા કલેકટર ચેમ્બરમાંથી નીચે આવી આવેદનપત્ર સ્વીકારે, જો કે, કલેક્ટરે પદની ગરિમાનું કારણ દર્શાવી નીચે આવવાની ના પાડી હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
જો કે, હવે લોકો કલેક્ટર નીચે આવી આ કેસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપે તેવી જીદે ચડ્યા હતા. લગભગ બે કલાકના ધરણાં અને સૂત્રોચ્ચાર બાદ કલેક્ટરે નીચે આવી લોકોને હૈયાધારણાં આપી હતી.