ન્યુ ગુજરાત પેટર્ન આયોજનમાં ભિલોડા તાલુકાના ના રૂા.૬૮૯.૫૩ લાખ અને મેઘરજ તાલુકાના રૂા. ૩૦૩.૧૨ લાખના કામો મંજૂર કરાયા હતા. જેમાં આદિજાતિ વિસ્તારમાં પાક અને કૃષિ, પાક અને કૃષિ (બગાયત ખેતી ) ભૂમિ અને જળ સંરક્ષણ, પશુપાલન, ડેરી,મત્સ્યોધોગ, વન પર્યાવરણ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિજળી શકિત, ઉધોગો, રસ્તા અને પુલો, શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય વગેરે વિકાસના કામો કરવામાં આવશે.
આ તબ્બકે પ્રધાને અગાઉના વર્ષના બાકી કામો સ્ત્વરે પૂર્ણ કરવા સૂચન કર્યુ હતું. તથા નવા કામો જે પહેલા કરવા જેવા હોય તેની પહેલા આદિજાતિ વિકાસ સમિતિની સમંતિ લઇ આયોજન કરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.