અરવલ્લી: કોરોના મહામારીનું સંક્રમણ અરવલ્લી જિલ્લામાં વધુને વધુ ભયાનક થતું જાય છે. પોઝિટિવ કેસની સંખ્યાએ 150નો આંકડો પાર કરી દેતા અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 156 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
કોરોનાથી જિલ્લામાં અત્યાર સુધીમાં 14ના મોત થયા છે જ્યારે 120 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રવિવારે એક દિવસમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે મોડાસાના 1 તથા મેઘરજના 1 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેમને સાર્વજનિક કોવિડ હોસ્પિટલ મોડાસા ખાતેથી રજા આપવામાં આવી હતી.
શનિવારે મોડાસામાં 4 તથા બાયડમાં 1 પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે આરોગ્યની કુલ 5 ટીમ દ્વારા કુલ 170 ઘરની 703 લોકોની વસ્તી માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા કુલ 80 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
હાલમાં હોમકવોરેન્ટાઈન તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 202 છે તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 13 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંના અમદાવાદ જિલ્લાના 1 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવેલ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 3 પોઝિટિવ કેસને હીમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ આપવામાં આવી રહી છે.