અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં શનિવારના રોજ મોડાસામાં 4 અને ભિલોડા-માલપુરમાં કોરોના પોઝિટિવ 1-1 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક 118 પહોંચ્યો છે. જ્યારે કોરોના સંક્રમિત 1 દર્દીનું મોત થતા સાથે જિલ્લામાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયાં છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં શનિવારના રોજ કોરોના પોઝિટિવના 6 નવા કેસ નોંધાયા છે. જેમાં મોડાસાના 4,અને ભિલોડા-માલપુરના 1-1 કેસનો સમાવેશ થાય છે. જેને લઇ અન્ય લોકો સંક્રમિત ન થાય તેની તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તારમાં આરોગ્યની 8 ટીમો દ્વારા 471 ઘરોની 2222 લોકોનું ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી છે. જે પૈકી 153 વ્યક્તિઓને કોરોનાને શંકાસ્પદ કોરાનાના લક્ષણ જણાતા હોમકોરેનન્ટાઇન કરવામાં આવ્યાં છે.
અરવલ્લીમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, કુલ આંક 118 જિલ્લામાં કોરોનાની હાલની પરિસ્થિત અંગે વાત કરતા ઉમેર્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધી 118 કેસ નોંધાયા છે. જેમાં શનિવારે નોંધાયેલા 6 કેસ પૈકી મોડાસાના 59 વર્ષીય પુરૂષને વધુ સારવાર અર્થે હિંમતનગર કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. જ્યાં તેમનું મોત થયુ હતું. જેને લઇ જિલ્લામાં ભિલોડાના 1 અને મોડાસાના 3 મળી કુલ 4 લોકોના મોત થયા છે. જ્યારે 100 લોકોની સારવાર પૂર્ણ થતા ઘરે પરત મોકલાયા છે. જિલ્લામાં નોંધાયેલા 14 એક્ટિવ કેસ પૈકી વાત્રકની હોસ્પિટલમાં 3, મોડાસામાં 8 અને 3 દર્દીઓને હિંમતનગર ખાતે રીફર કરવમાં આવ્યાં છે, તો અમદાવાદ જિલ્લાનો દર્દી જે મોડાસા ખાતે સારવાર લઇ રહ્યાં હતાં, તેમની સારવાર પૂર્ણ થતા રજા આપવમાં આવી છે. જિલ્લામાં અત્યારે 1514 લોકોને હોમકોરેન્ટાઇન કરાયા છે.