અરવલ્લીઃ કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓ સમગ્ર રાજયમાં શાળાઓ બંધ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ મળી રહે તે માટે ઇ-લર્નિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરવલ્લીની 392 શાળાઓએ મોબાઇલના માધ્યમથી વર્ચૂયલ ક્લાસનો આરંભ કરી રચનાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
અરવલ્લીમાં કોરોનાનો વ્યાપ વધતા કોરોનાનો આંક 319 પર પંહોચી ગયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ થાય છે. જેને લઇ ગ્રામ્ય વિસ્તારમાં બંધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને માઠી અસર ન થાય તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને એન્ડ્રોઇડ ફોન અને યુ-ટ્યૂબના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા નિયમિત અને નવનીત પ્રયત્નો થકી શિક્ષકો વિષય વસ્તુ નિરૂપણને રસપ્રદ બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.
જેમાં અરવલ્લીના ભિલોડાના 96 વર્ચૂયલ ક્લાસ દ્વારા 1244 વિદ્યાર્થીઓને, માલપુરના 39 ક્લાસમાં 269, મેઘરજમાં 46 ક્લાસ દ્વારા 449, મોડાસાના 69 ક્લાસ દ્વારા 608, બાયડના 98 ક્લાસ દ્વારા 992 અને ધનસુરાના 46 ક્લાસ દ્વારા 655 મળી સમગ્ર જિલ્લામાં 392 વર્ચૂયલ ક્લાસ દ્વારા 1244 વિદ્યાર્થીઓને ઘરે બેઠા મોબાઇલના માધ્યમથી શિક્ષણ મળી રહ્યુ છે.